ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: વિપક્ષને એક ભારત નહી, વિભાજિત ભારત જોઈએ છે: મોદી - મહારાષ્ટ્ર ચૂંટણી

અકોલા: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. નેતાઓના પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના અકોલામાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત નહીં, પરંતુ વિભાજીત ભારત જોઈએ છે.

modi

By

Published : Oct 16, 2019, 1:15 PM IST

આ સિવાય PM મોદીએ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને NCP નેતાઓની લિંક પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રને લોહીથી રંગનારની સાથે આ લોકોની રંગરેલિયાં ચાલતી હતી.

વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશો..

  • કેટલાક દિવસોથી તપાસ એજન્સીઓને બદનામ કરવી, કેન્દ્ર સરકારને બદમાન કરવાનું શરુ કરી દીધું છે. પરંતુ, સમય બદલાઈ ગયો છે. તેમના કામોનો જવાબ દેશ લઈને રહેશે.
  • PM મોદીએ કહ્યું કે, વિપક્ષને એક ભારત શ્રેષ્ઠ ભારત નહીં, પરંતુ વિભાજીત ભારત જોઈએ છે. આજની તેમની રાજકીય યુક્તિ છે. જે આજે ફેલ થવા જઈ રહી છે
  • કલમ 370 નાબૂદ થયા બાદ બધા ખુશ છે. પરંતુ, તેમનો ચહેરો ઉતરી ગયો છે, તેમણે દર્દ થઈ રહ્યો છે. જેવી રીતે પાળીને રાખ્યું હોય ને કંઈ ખોવાઈ ગયું હોય.
  • જમ્મુ કાશ્મીર અને લદાખમાં બાબા સાહેબ આંબેડકરના બંધારણે સમગ્ર રીતે લાગુ ન કરવાનો પ્રયત્નોની પાછળ આ લોકોની દુર્ભાવના છે.
  • આ વીર સાવરકરના સંસ્કરા છે કે, રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યા છે. બીજી તરફ તે લોકો જેમણે બાબા સાહેબનું અપમાન કર્યું, તેમણે દશકો સુધી ભારત રત્નથી દુર રાખવામાં આવ્યા.
  • ગત પાંચ વર્ષમાં મહાયુતીની સરકારે જોવા મળી કે, મહારાષ્ટ્રમાં કોણ ગઠબંધન પ્રમાણિકતાથી આગળ લઈ જાય છે અને કંઈ પાર્ટી વિકાસની ઉંચાઈઓ પર લઈ જઈ શકે છે.
  • આજ તમારી સામે વધારે મજબૂત સરકાર બનાવવા માટે, મજબૂત ઇરાદા વાળી સરકાર બનાવવા માટે, તમારી સાથે ઉભી રહેનાર સરકાર બનાવવા માટે, તમારો આશીવાદ લેવા માટે આવ્યો છું.

ABOUT THE AUTHOR

...view details