વડાપ્રધાન મોદીએ આ રેલીમાં મતદાતાઓને ભાજપને મત આપવા અપીલ કરી અને કાર્યકર્તાઓમાં જોશ લાવવા મંત્ર આપ્યો હતો. આ સભા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ડાલટનગંજ અને ગુમલામાં બે ચૂંટણી સબંધીત રેલીઓને સંબોધન કરીશ અને મહાન ઝારખંડની મહાન જનતાથી મુલાકાત માટે ઉત્સાહિત છું.
ઝારખંડમાં PM મોદીનો શંખનાદ કહ્યું- 'ડબલ એન્જીન વાળી સરકારથી થયો વિકાસ'
ઝારખંડ: રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પક્ષોએ પ્રચાર પડધમ શરુ કર્યાં છે. વડાપ્રધાન મોદી પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે. ઝારખંડના પલામૂમાં સભાને સંબોધિત કરતા પહેલા નાગપુરી ભાષામાં વડાપ્રધાન મોદીએ સભામાં ઉપસ્થિત લોકોનું સ્વાગત કર્યું અને આશીર્વાદ પણ માંગ્યા હતા. PM મોદીએ કહ્યું કે, ડબલ એન્જીન વાળી સરકારથી વિકાસ થયો છે.
વડાપ્રધાન મોદીએ સભામાં કહ્યું, 'રાઉર મન કે, રામ રામ' થી શરૂઆત કર્યા બાદ તેઓએ પલામૂના ભાજપના ઉમેદવાર માટે ભારત માતા કી જય બોલાવી આશીર્વાદ પણ માંગ્યા. વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ હંમેશા ભાજપની મજાક ઉડાવ્યા કરે છે, પરંતુ ભાજપ હંમેશા ઝારખંડનો વિકાસ કરતી આવી છે.
સંબોધનના અંતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને સારો પ્રતિસાદ મળ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જીતાડવું ઝારખંડ માટે ખુબ જરૂરી છે જેની અસર ભવિષ્યમાં જોવા મળશે.