ગુજરાત

gujarat

By

Published : May 2, 2020, 6:25 PM IST

ETV Bharat / bharat

PM મોદીએ બીજા રાહત પેકેજ માટે નાણાં પ્રધાન સાથે બેઠક યોજી

દેશમાં કોરોના વાઇરસના ફેલાવને રોકવા માટે ત્રીજી વખત લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનથી પ્રભાવિત ઉદ્યોગોને બીજું રાહત પેકેજ આપવા ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિતના મુખ્ય પ્રધાનો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

PM મોદીએ બીજા રાહત પેકેજ માટે નાણાં પ્રધાન સાથે બેઠક કરી
PM મોદીએ બીજા રાહત પેકેજ માટે નાણાં પ્રધાન સાથે બેઠક કરી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણ સાથે મુખ્યપ્રધાનો અને કોરોના વાઇરસના ચેપને રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનથી પ્રભાવિત થનારા ઉદ્યોગો માટે બીજું રાહત પેકેજ આપવા જણાવ્યું હતું. જે માટે તેમણે બેઠક યોજી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાહ અને સીતારમણ સાથે વડા પ્રધાને ચર્ચા કરી હતી. તેઓ સંબંધિત મુદ્દાઓ પર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) જેવા અન્ય મોટા આર્થિક મંત્રાલયોના પ્રધાનો સાથે પણ બેઠક કરશે.

શનિવારે નાણાં મંત્રાલય અને વડા પ્રધાન મોદીને અર્થતંત્રની સ્થિતિ અને તેને સંભાળવા મંત્રાલય દ્વારા સંભવિત પગલાઓ વિશે પણ વિસ્તૃત માહીતી આપશે. શુક્રવારે મંત્રાલયે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) સંગ્રહ પરના માસિક ડેટાના પ્રકાશનને મુલતવી રાખ્યું હતું. શુક્રવારે વડા પ્રધાને નાગરિક ઉડ્ડયન, શ્રમ અને શક્તિ સહિત વિવિધ મંત્રાલયો સાથે બેઠક યોજી હતી.

તેમણે ગુરુવારે વાણિજ્ય મંત્રાલયો અને એમએસએમઇ સાથે સ્થાનિક અને વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને દેશમાં નાના ઉદ્યોગોને પુનર્જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન ગૃહ પ્રધાન અને નાણાપ્રધાન બંને વડાપ્રધાન મોદી સાથે હાજર હતા.

લોકોની મુશ્કેલીઓ ઘટાડવા સરકારે માર્ચના અંતમાં ગરીબ મહિલાઓ અને વૃદ્ધો માટે રૂપિયા. 1.7 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં અસરગ્રસ્ત ઉદ્યોગો માટે બીજા પેકેજની જાહેરાત કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details