ગુજરાત

gujarat

કોરોના મહામારી અને લોકડાઉનની સમીક્ષા માટે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની બેઠક યોજાઈ

By

Published : May 29, 2020, 2:03 PM IST

કોરોના સંકટ અને લોકડાઉનની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

lockdown
વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ

નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીથી અત્યાર સુધીમાં 4700થી વધુ લોકોના મોત થયાં છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે 25 માર્ચથી ચાર તબક્કામાં લોકડાઉન પણ લાગ કર્યું હતું. જો કે, આર્થિક પડકારોને જોતા અમુક પ્રતિબંધો પર ઢીલ પણ મૂકી હતી. આ સાથે ચોથા તબક્કાનું લોકડાઉન 31 મેના રોજ સમાપ્ત થતાં પૂર્વે જ પીએમ મોદી અને અમિત શાહ એક મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પી એમ મોદી કોરોના મહામારી અને લોકડાઉનની સમીક્ષા માટે બેઠક કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલાં ગુરૂવારના રોજ ગૃહપ્રધાન અમિત શાહે પણ મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી.

આપને જણાવી દઈએ કે, લોકડાઉન 4.0 ના સમાપ્તિના એક દિવસ પહેલા દેશમાં 7, 466 નવા સંક્રમિતોનો નવો રેકોર્ડ મળ્યો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન 175 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે ભારતમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા હવે 1,65,799 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,706 પર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details