સપ્ટેમ્બરમાં વડાપ્રધાન કરી શકે છે અમેરિકાનો પ્રવાસ - united nation
ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠકમાં અમેરિકાનો પ્રવાસ કરી શકે છે. આ બેઠક સપ્ટેમ્બરમાં યોજાઈ તેવી સંભાવના છે. આ મુલાકાત દરમિયાન હ્યૂસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકનોને વડાપ્રધાન સંબોધી શકે છે.
સપ્ટેમ્બરમાં વડાપ્રધાન કરી શકે છે અમેરિકાનો પ્રવાસ
શિકાગો અને હ્યૂસ્ટન અમેરિકાના એ શહેરો છે જ્યાં ભારતીય મૂળના અમેરિકનોને સાથે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગોઠવાઈ શકે છે. આ કાર્યક્રમ આ વર્ષના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભામાં PMના પ્રવાસ દરમિયાન યોજાઈ શકે છે. આ યાત્રા અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ 23 સપ્ટેમ્બરે જલવાયુ પરિવર્તન અંગે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન હ્યૂસ્ટન અને ન્યુયોર્ક જઈ શકે છે.