નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. જેમાં અર્થવ્યવસ્થાને પાટા પર લઇ આવવા અને કોવિડ-19ની સામે લડવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પર ભાર આપવાની વાત કરી હતી.
આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. બેઠક દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો. તો બીજી બાજુ તમિલનાડુના મુખ્યપ્રધાન કે.પલાનીસ્વામીએ વડાપ્રધાનને અપીલ કરી છે કે તેમના રાજ્યમાં 31 મે સુધી કોઈ પણ ટ્રેન કે ઉ઼ડાન સેવા શરૂ ન કરવામાં આવે.
PM મોદીએ કરી રાજય સરકારોના પ્રયાસની સરાહના
બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે 'કોરોના મહામારી સામે લડવા અને તેને નિયંત્રણમાં લઇ આવવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ સબંધિત બધી રાજય સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને કામગીરીની સરાહના કરે છે.' આ સાથે તેમણે કહ્યું હતું કે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગ્રામીણ ભારત આ સંકટથી મુક્ત રહે.
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બધેલ
મુખ્યપ્રધાન ભુપેશ બધેલે કહ્યું કે, રાજ્યમાં ગતિવિધિઓના સંચાલનના નિર્ણયનો અધિકાર રાજય સરકારને આપવામાં આવે. કોરોના સંક્રમણને લઈ રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન નક્કી કરવાનું દાયિત્વ રાજય સરકારને આપવું જોઈએ. આ સાથે તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં પરિવહન સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણા કરી લેવો જોઈએ.
તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચન્દ્રશેખર રાવ
તેલંગાણાના મુખ્યપ્રધાને વડાપ્રધાનને અપીલ કરી છે કે યાત્રી ટ્રેન સેવા અત્યારથી શરૂ ન કરવામાં આવે.