નવી દિલ્હી : અત્યારના માહોલમાં જ્યારે બધી પાર્ટીઓ ખાસ કરીને વિપક્ષી દળ મોદી સરકાર પર હિન્દુ મુસ્લિમની રાજનીતી કરવાનો આરોપ લગાવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ માટે છઠી ચાદર કેન્દ્રિય અલ્પસંખ્યક પ્રધાન સહિત 21 સદસ્યના પ્રતિનિધિ મંડળને ભેટ કરી હતી.
PM મોદીએ અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી - દિલ્હી ન્યૂઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી હતી. આ ચાદર વડાપ્રધાને અલ્પસંખ્યક મંત્રાલયના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સહિત 21 લોકોને આ ચાદર ભેટ કરી હતી.
![PM મોદીએ અજમેર શરીફ માટે ચાદર ભેટ કરી sharif dargah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6159819-thumbnail-3x2-chadar.jpg)
sharif dargah
મોદી સરકાર આમ કરીને સંદેશો આપવા માંગે છે કે, આ સરકાર શાંતિમાં માને છે. તેમજ સાંપ્રદાયિક ભેદભાવથી ઉપર ઉઠીને બધા ધર્મોમાં વિશ્વાસ કરે છે.
.