ગુજરાત

gujarat

ETV Bharat / bharat

4 કલાક બરફમાં ચાલી સેનાના જવાનોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી, PM મોદીએ કરી પ્રશંસા - about Indian Army

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોએ એકવાર ફરી પોતાની તાકાત અને પરાક્રમનો પરિચય આપ્યો છે. સેનાના જવાનોએ ચાર કલાક સુધી કમર સુધીના બરફમાં ચાલી એક ગર્ભવતી મહિલાની મદદ કરી હતી. આ વીડિયો શેર કરતા વડાપ્રધાન મોદીએ જવાનોની પ્રશંસા કરી હતી.

ભારતીય સૈન્યની યશગાથા  ભારતીય સૈન્યના પરાક્રમો  The success story of the Indian Army  Indian Army feats  jammu kashamir news  Indian Army news  about Indian Army  Indian Army helps people
ભારતીય સૈન્યની યશગાથા ભારતીય સૈન્યના પરાક્રમો The success story of the Indian Army Indian Army feats jammu kashamir news Indian Army news about Indian Army Indian Army helps people

By

Published : Jan 15, 2020, 2:48 PM IST

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. બરફ જામી જવાથી કેટલાય લોકો ફસાઈ રહ્યાં છે. તેમના રક્ષણ માટે સેના તૈયાર જ હોય છે. થોડા દિવસ અગાઉ સેનાના 100 સૈનિકો ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. આ જવાન મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે કલાકો સુધી તેને ઉઠાવીને બરફમાં ચાલ્યા હતાં. વડાપ્રધાન મોદીએ આ માટે સેનાની પ્રશંસા કરી છે.

વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વીટ કરી સેનાને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, 'આપણી સેના વીરતા અને માનવતા માટે ઓળખાય છે. લોકોને જ્યારે પણ જરૂર પડે સેના દરેક સંભંવિત મદદ કરે છે. આપણી સેના પર ગર્વ છે.'

ઈન્ડિયન આર્મીના ચિનાર કૉર્પ્સે એક ટ્વીટ થકી આ માહિતી આપી હતી. સેનાના જવાનોનો મહિલા સાથેનો વીડિયો રજૂ કરતા લખ્યું કે, ભારે બરફવર્ષા વચ્ચે એક ગર્ભવતી મહિલા શમીમાને હોસ્પિટલ જવાની જરૂર હતી. આ દરમિયાન સેનાના 100થી વધારે સૈનિકો અને 30 સામાન્ય નાગરિક 4 કલાક સુધી શમીમા સાથે ચાલતા રહ્યાં હતાં. શમીમાને સ્ટ્રેચર પર લઈ જવાઇ હતી. શમીમાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે, હાલ બાળક અને માતા બંને સ્વસ્થ છે.

ABOUT THE AUTHOR

...view details