ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિતે પાઠવી શુભેચ્છા - Gujarat

વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રને સ્થાપના દિવસ નિમિતે શુભકામના પાઠવી હતી.

સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રને પાઠવી શુભેચ્છા
સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રને પાઠવી શુભેચ્છા

By

Published : May 1, 2020, 1:36 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિતે બંને રાજ્યોને ટ્વીટ કરી શુભકામના પાઠવી હતી. આ તકે વડાપ્રધાને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તેઓએ દેશના વિકાસમાં ફાળો આપ્યો છે.

વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટર પર ગુજરાતીમાં ટ્વીટ કરી શુભકામના પાઠવતા કહ્યું કે, ગુજરાતની પ્રજા પુરૂષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે તેવી મનોકામના... જય જય ગરવી ગુજરાત !

વડાપ્રધાને કહ્યું કે ભારત દેશના વિકાસમાં મહારાષ્ટ્રના નોંધપાત્ર યોગદાન પર ગર્વ છે. આ તકે મરાઠીમાં ટ્વીટમાં જણાવ્યું કે હું રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું. વડાપ્રધાને કહ્યું "જય મહારાષ્ટ્ર."

ઉલ્લેખનિય છે કે બોમ્બે એક્ટ લાગુ થયા બાદ 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details