નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે મંગળવારે દેશને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાઈરસ સાથે કામ કરવા માટે 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાને માત્ર એક મથાળા અને સાદો કાગળ આપ્યો છે. આજે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન આ સાદા કાગળ ભરશે.
પી ચિદમ્બરમે કહ્યું કે, તેઓ સરકાર વતી અર્થવ્યવસ્થામાં લાદવામાં આવેલા દરેક રૂપિયાનો હિસાબ રાખશે. કોને શું મળી રહ્યું છે, તે વિશે પણ ખાસ કાળજી લેવામાં આવશે. સૌ પ્રથમ તો એ જોવાનું રહેશે કે, સેંકડો કિલોમીટર ચાલીને તેમના ઘરે જવા માટે નિકળ્યા છે એ ગરીબ અને ભૂખ્યા સ્થળાંતર કરનારા મજૂરોને શું મળશે? આ પેકેજમાંથી 13 કરોડ ગરીબ પરિવારોને શું મળશે.