નવી દિલ્હીઃ દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાના અવસરની ઉજવણી કરવામાં આવે છે. ગુરુ, જે આપણને ભગવાન અને સૃષ્ટિથી રુબરુ કરાવે છે. જે આપણને જીવન જીવતા શીખવે છે. આજના દિવસે શ્રદ્ધાળુ પોતાના ગુરુજનોની પૂજા-અર્ચના પહેલા ગંગા સ્નાન કરતા હતાં, પરંતુ આ વખતે એવો ભવ્ય નજારો જોવા મળશે નહીં. કારણ કે, કોરોનાના કાળમાં લોકોને સરકારની કેટલીય ગાઇડલાઇનોનું પાલન કરવું પડે છે.
ગુરુ પૂર્ણિમા પર્વ
ગુરુ પૂર્ણિમાના પર્વ મહર્ષિ વેદ વ્યાસના જન્મદિવસ રુપે ઉજવણી કરવામાં આવે છે. વેદવ્યાસ જે ઋષિ પરાશરના પુત્ર હતા. ગુરુ પૂર્ણિમા પર્વ મનાવવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, આ દિવસે મહાન ગુરુ મહર્ષિ વેદવ્યાસ જેમણે બ્રહ્મસૂત્ર, મહાભારત, શ્રીમદ્ભગવત અને અઢાર પુરાણ, અદ્ભુત સાહિત્યોની રચનાની તેમનો જન્મ થયો હતો. આ માટે આ પર્વનો હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. લોકો આ દિવસે ગંગા સ્નાન કરીને પોતાના ગુરુઓની પૂજા કરે છે.
આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. જીવનને સાર્થક કરનારા ગુરુઓ પ્રતિ સમ્માન પ્રકટ કરવાનો આજે વિશેષ દિવસ છે. આ અવસર પર બધા ગુરુજનોને મારા સાદર નમન.
આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, ત્રણ વસ્તુઓ જે દરેક સુધી પહોંચે છે- સૂર્ય, ચંદ્રમા અને સત્ય. તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના.
આ સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ જ આદરણીય છે. ગુરુ એક સેતુ છે, જે જ્ઞાન અને શિષ્યને જોડે છે. એક ગુરુ પોતાના જ્ઞાન રુપી અમૃતથી શિષ્યના જીવનમાં ધર્મ અને ચરિત્ર જેવા બહુમુલ્ય ગુણોનું સિંચન કરીને તેના જીવનને સાચી દિશા આપે છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના.
આજે ગુરુ પૂર્ણિમાના પર્વ પર સમગ્ર દેશની સાથે જ ધર્મનગરી હરિદ્વારમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. હરિદ્વારમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કોરોના વાઇસને લીધે આ વખતે ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ રુપે મનાવવામાં આવી રહી છે. આજના દિવસે શ્રદ્ધાળુઓ પોતાના ગુરુજનોની પૂજા-અર્ચનાથી પૂર્વે શ્રદ્ધાળુ હર કી પૌડી પર ગંગા સ્નાન કરતા હતા., પરંતુ આ વખતે આ ભવ્ય નજારો જોવા મળ્યો નહીં. કારણ કે, કોરોનાના કાળમાં લોકોને સરકારની કેટલીય ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત છે.
મહત્વનું છે કે, ગત્ત વર્ષે હરિદ્વારના હરિહર આશ્રમ, શાંતિકુંજ, દક્ષિણ કાલી પીઠ, જગન્નાથ ધામ, જગદ્ગુરુ શંકરાચાર્ય આશ્રમમાં ભક્તોની મોટી ભીડ જામે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે બધા આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની સાદાઇથી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.