ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM eVIDYA: એક વર્ગ,એક ચેનલ શરૂ કરાશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "ડિજિટલ /ઓનલાઇન શિક્ષણની મલ્ટિ-મોડ એક્સેસ માટે ટેકનોલોજીથી ચાલતા શિક્ષણને કેન્દ્રિત કરવામાં આવશે - ટોચની 100 યુનિવર્સિટીઓને 30 મે 2020 સુધીમાં આપમેળે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. "

Etv Bharat, Gujarati News, E Learning News
Multi mode access to digital education to be launched: FM

By

Published : May 17, 2020, 1:59 PM IST

હૈદરાબાદ: નાણા પ્રધાન નિર્મલા સીતારામણે રવિવારે ડિજિટલ / ઓનલાઇન શિક્ષણની મલ્ટી-મોડ એક્સેસ માટેના એક કાર્યક્રમની ઘોષણા કરી હતી.

નાણા પ્રધાને કહ્યું હતું કે, "ડિજિટલ / ઓનલાઇન શિક્ષણની મલ્ટિ-મોડ એક્સેસ માટે ટેકનોલોજી-આધારિત શિક્ષણ, કેન્દ્રિત PM eVIDYA કાર્યક્રમ તાત્કાલિક શરૂ કરવામાં આવશે.

જે માટે ટોચની 100 યુનિવર્સિટીઓને 30 મે 2020 સુધીમાં આપમેળે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. "

મનોદાર્પન માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારોના માનસિક સામાજિક સમર્થન માટેની પહેલ છે તેમ નાણા પ્રધાને જણાવ્યું હતું.

પ્રારંભિક બાળપણ અને શિક્ષકો માટે નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને શિક્ષણ વિષયક માળખું પણ સીતારમણ દ્વારા ઉમેરવામાં આવશે.

સ્વયં પ્રભા ડીટીએચ ચેનલો એવા લોકો સુધી પહોંચી છે કે જેમની પાસે ઇન્ટરનેટ નથી. શાળાના શિક્ષણ માટે ત્રણ ચેનલો રાખવામાં આવી હતી. હવે બીજી 12 ચેનલો ઉમેરાશે.

નાણા પ્રધાને જણાવ્યું હતું કે, 24 માર્ચથી DIKSHA પ્લેટફોર્મ પર 61 કરોડ હિટ થયા છે.

ABOUT THE AUTHOR

...view details