આ જાણકારી હેમંત બિસ્વ સરમાએ શુક્રવારે આપી હતી. સમજૂતી પર 27 જાન્યુઆરીએ થયેલા હસ્તાક્ષરના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે કોકરાઝારમાં એક રેલીને સંબોધિત કરી હતી. સરમાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરવા માટે કહ્યું છે.
PM મોદી, સોનોવાલ અને હેમંત સરમા વચ્ચે 'ઉલ્ફા આઈ' પર ચર્ચા - ઉલ્ફા આઈ
ગુવાહાટી: બોડો શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કેટલાક દિવસ બાદ વડાપ્રધાન મોદીએ આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવલ અને આસામના નાણાં પ્રધાન બિસ્વ સરમાએ પ્રતિબંધિત ઉલ્ફા ઈન્ડિપેન્ડેન્ટ સાથે વાતચીત પર ચર્ચા કરી હતી.
મોદી
મોદી ઉલ્ફા મુદ્દાનું સમાધાન ઇચ્છે છે. જેથી પૂર્વોત્તરમાં બીજી કોઇ સમસ્યા નારહે. અમે જલ્દી ગૃહપ્રધાનને આ મામલે વાતચીત કરીશું. હેમંત બિસ્વ સરમાએ વધુમાં કહ્યું કે, ઉલ્ફા આઈની વાત કરવા માટે ઐપચારિક આમંત્રણ માટે રાજ્યના પ્રધાનમંડળમાં નિર્ણય લેવામાં આવશે.