નવી દિલ્હી: કાઉન્સિલ ઓફ સાઈન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટિયલ રિસર્ચ (CSIR) સોસાયટીની શુક્રવારે બેઠક PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તેમણે વર્ચુઅલ લેબ વિકસિત કરવા અંગે ભાર મૂક્યો હતો. જેથી દેશના દરેક વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો લાભ મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધક પ્રદાન કરીને દેશમાં કુપોષણ જેવી વાસ્તવિક અને સામાજિક સમસ્યાઓ પર ધ્યાન આપવાની વિનંતી કરી છે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યાનુસાર, તેમણે યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા અને આવનારી પેઢીને વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રાવધા કરવાની વાત કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાને વિશ્વના વિવિધ ભાગોમાં કામ કરતા ભારતીયોમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટમાં સહયોગ વધારવાનાં મહત્વના સૂચનો આપ્યાં હતાં. વૈજ્ઞાનિકો સાથે ભારતની આવશ્યકતા વિશે વાત કરતાં કહ્યું હતું કે, કૃષિ ઉત્પાદનો અને જળસંરક્ષણમાં મૂલ્યવર્ધનના માધ્યમથી વાસ્તાવિક સમયમાં વધી રહેલા કુપોષણ ડામવા માટે જરૂરી પગલાં લેવા. તેમજ સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપીને CSIRની આવશ્યક્તા છે.