મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાને બુધવારે વ્યાંગાત્મક શૈલીમાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'પીએમ કેર' ફંડ તરીકે કોરોના વાઈરસ ફંડને લેબલ આપ્યુ છે. આવુ વિશ્વમાં ક્યાંય થયું નથી.
ચવ્હાને ટ્ટીટમાં લખ્યુ હતું કે, 'માત્ર ભારતમાં જ લોકોના કલ્યાણ માટેના પેકેજને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના કહેવાય છે. નરેન્દ્ર મોદી પોતાનો પ્રચાર કરવાનો એક પણ તક છોડતા નથી.'
ચવ્હાને ઉમેર્યુ હતું કે, 'વિદેશના એક પણ નેતાએ રાહત પેકેજને પોતાનું નામ આપ્યું, ક્યાંય પણ પ્રેસિડન્ટ પેકેજ, વડાપ્રધાન પેકેજ, ટ્રમ્પ પેકેજ એવા નામ નથી'
તેમણે કહ્યુ હતું કે, 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પાકિસ્તાનથી આવેલા રેફ્યુજીની સહાય માટે વડાપ્રધાન રાહત ફંડ બનાવ્યુ હતું. ત્યારપછીના કોઈ વડાપ્રધાનને અલગથી રાહત ફંડ ઉભું કરવાની જરૂર પડી ન હતી. પીએમ કેર્સ ફંડ પોતાનો પ્રયાર કરવાનો નફ્ફટ પ્રયાસ છે.
ઘણા વ્યવસાયિક જૂથો અને હસ્તીઓએ પીએમ કેરેસ ફંડમાં તેમના યોગદાનની ઘોષણા કરી છે, જેનો હેતુ મુખ્યત્વે કોરોના વાઈરસના ખતરા સામે લડવાનો છે.