અમરાવતી: રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને તેલંગણાના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી સહાયતા આપવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે તેલંગણા અને આંધપ્રદેશમાં 20 લોકોના મોત થયાં છે. તેલંગણામાં 13 અને આંધ પ્રદેશમાં 7 લોકોના મોત થયાં છે. બંન્ને રાજ્યોમાં મંગળવારથી જ વરસાદ પડવાનું શરૂ થઇ ગયું હતું.
વડાપ્રધાન મોદીએ આંધ્ર અને તેલંગણાના મુખ્યપ્રધાન સાથે વરસાદની પરિસ્થિતિ વિશે કરી ચર્ચા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આંધ્રપ્રદેશમાં અવિરત વરસાદ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને તેલંગણાના મુખ્યપ્રધાન સાથે ફોન પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી સહાયતા આપવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાને આંધ્ર અને તેલંગણાના મુખ્યપ્રધાન સાથે વરસાદની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી
બંને સીએમ સાથે ચર્ચા કર્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું "ભારે વર્ષાને કારણે ઉત્પન્ન થયેલી મુશ્કેલીઓને લઇને તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને આંધપ્રદેશના મુખ્યપ્રધાન વાઇએસઆર જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી. કેન્દ્રમાંથી રાહત અને બચાવ કાર્ય માટે સહાયતા અને આશ્વાસન આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે પ્રભાવિત થયેલા પરિવાર સાથે મારી ભાવનાઓ તેની સાથે છે."