નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમના મુખ્યપ્રધાન જોરામથંગા સાથે વાતચીત કરી અને રાજ્યમાં આવેલા ભૂકંપને લઈ સહાયની ખાતરી આપી છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભૂકંપ સવારે 4:10 કલાકે મિઝોરમથી 27 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો.
મિઝોરમમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, વડાપ્રધાને આપી સહાયની ખાતરી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગુજરાત બાદ હવે મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મિઝોરમમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ભૂકંપ સોમવારે વહેલી સવારે મિઝોરમથી 27 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો.
PM assures Mizoram
દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા હતા. મિઝોરમમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. ભૂકંપ સોમવારે વહેલી સવારે મિઝોરમથી 27 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવ્યો હતો.