નવી દિલ્હીઃ દેશ આજે શહીદ-એ-આઝમ ભગતસિંહનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બરના રોજ શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિની ઉજવણી કરવાની વાત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય રાજકારણીઓએ તેમના જન્મદિવસ પર ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ટ્વીટ કરીને ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પી છે.
આજે આખુ રાષ્ટ્ર આ યુવા ક્રાંતિકારીને યાદ કરી રહ્યું છે, જેમણે બ્રિટીશ શાસનને પોતાના વિચારો અને દૃઢ હેતુઓથી હલાવી દીધા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સોમવારે સવારે ટવીટ કરીને ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભગતસિંહનો જન્મ આ દિવસે 1907 માં થયો હતો. નાનપણથી જ બ્રિટીશ શાસન સામે અવાજ ઉઠાવતા, સામ્રાજ્યને નિશાન બનાવવાના તેમના ક્રાંતિકારી પગલાઓ અને 23 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવવામાં આવ્યા, તે ભારતીય સ્વતંત્રતા ચળવળના જાણીતા નાયકોમાંના એક બન્યા.
ભગતસિંહની જન્મજયંતિ પર મોદીએ તેમને કર્યા યાદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની જન્મજયંતિ પર ક્રાંતિકારી આઝાદ સેનાની ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમની બહાદુરી અને પરાક્રમની ગાથા યુગ-યુગ સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે.
અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ
અમિત શાહે ટ્વીટ કર્યુ કે, 'પોતાના પરિવર્તનશીલ વિચારો અને અનોખા ત્યાગ સાથે, આઝાદીની લડતને નવી દિશા આપનાર અને દેશના યુવાનોમાં આઝાદીના સંકલ્પને જાગૃત કરનાર શહીદ ભગતસિંહજીને કોટી કોટી વંદન.'
ભગતસિંહના જન્મદિવસ પર કેટલાક તેમના ક્રાંતિકારી વિચારો
બેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર પડે છે
- બોમ્બ અને બંદુકથી ક્રાંતિ નથી આવતી, ક્રાંતિની તલવાર વિચારોની શાન પર તેજ ચાલે છે
- પ્રેમી પાગલ અને કવિ એક જ વસ્તુથી બનેલા હોય છે અને દેશભક્તોને હંમેશા લોકો પાગલ કહે છે
- જિંદગી તો માત્ર પોતાના ખભા પર જિવાય, બાકી બીજાના ખભા પર માત્ર
- વ્યકિતઓને કચડીને પણ તમે તમારા વિચારોને મારી શકતા નથી
- તે મને મારી શકે છે પણ મારા વિચારોને નહી, તેમ મારા શરીરને કચડી શકે મારા જુસ્સાને નહી