ગુજરાત

gujarat

ETV Bharat / bharat

થાઈલેન્ડમાં 'સ્વાસ્દી મોદી' કાર્યક્રમમાં PMએ કર્યુ સંબોધન

બેંગકોકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદાય વચ્ચે પહોંચ્યા હતાં. PM મોદી અહીં સ્વાસ્દી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું.

MODI

By

Published : Nov 2, 2019, 8:27 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની મુલાકાતે પહોંચ્યા છે. મોદી બેંગકોકમાં સ્વાસ્દી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં. જ્યા તેઓએ ત્યાંના ભારતીય સમુદાયનું સંબોધન કર્યુ હતું.

PM મોદીના સંબોધનના મુખ્ય અંશ

  • થોડીવાર પહેલા જ ભારતના બે મહાન સપૂતો, બે મહાન સંતો સાથે જોડાયેલા સ્મારક ચિહ્નો જાહેર કરવાનો પ્રસંગ સાંપડ્યો. મને યાદ છે કે 3-4 વર્ષ પહેલા સંત થિરુ વલ્લુવરની મહાન કૃતિ થિરુક્કુરાલના ગુજરાતી અનુવાદને લૉન્ચ કરવાનો પણ લ્હાવો મળ્યો હતો.
  • 2022 સુધી દરેક ગરીબને પાક્કુ મકાન આપવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ભારતની આ ઉપલબ્ધીઓ વિશે સાંભળી તમે ગદગદીત થઈ જાઓ છો.
  • વીતેલા 5 વર્ષમાં અમે દરેક ભારતીયોના બેન્કમાં ખાતા ખોલાવ્યા. વિજળીના કનેક્શન આપ્યા અને હવે દરેક ઘરે જરૂરી પાણી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. 8 કરોડ ઘરોમાં અમે 30 વર્ષથી ઓછા સમયમાં મફત LPG ગેસ કનેક્શન આપ્યા છે. આ સંખ્યા થાઈલેન્ડની વસ્તીથી વધારે છે.
  • હાલમાં જ ગાંધીજીની 150મી જન્મજયંતિ પર ભારતને ખુલ્લામાં શોચ મુક્ત જાહેર કરાયું. એટલું જ નહીં આજે ભારતના ગરીબથી ગરીબના રસોડાને સ્મોક ફ્રી કરાયું છે.
  • ભારત 6 દશકા બાદ પહેલી એવી સરકાર છે, જે ફરીથી બહુમતિ સાથે ચૂંટાઈ છે. તેનું કારણ છેલ્લા પાંચ વર્ષની ઉપ્લબ્ધિઓ છે.
  • ભારતમાં પ્રથમવાર મહિલા મતદારોની સંખ્યા પુરૂષોને સમકક્ષ રહી છે.
  • આ વર્ષે સામાન્ય ચૂંટણીમાં ઈતિહાસમાં સૌથી વધુ 60 કરોડ મતદારોએ મતદાન કર્યુ
  • 130 કરોડ ભારતીયો ન્યુ ઈન્ડિયા બનાવી રહ્યાં છે.
  • છેલ્લા પાંચ વર્ષમાં મેં ઘણાં દેશોનો પ્રવાસ કર્યો. દરેક જગ્યાએ ભારતીય સમુદાયને મળવાનો પ્રયત્ન કરું છું.
  • સ્વાસ્દીનો સંબંધ સંસ્કૃતના શબ્દ સ્વસ્તિ સાથે છે. જેનો અર્થ છે, સુ પ્લસ અસ્તિ, એટલે કે કલ્યાણ, એનો અર્થ એ થયો કે તમારૂ કલ્યાણ થાય, અભિવાદન થાય, આસ્થા થાય, આપણને દરેક તરફ સંબંધોના ઉંડા નિશાન મળે છે.
  • ભારતની અયોધ્યા નગરી, થાઈલેન્ડમાં આ-યુથ્યા થઈ જાય છે. જે નારાયણે અયોધ્યામાં અવતાર લીધો, તેમના પાવન પવિત્ર વાહન ગરૂડ પ્રતિ થાઈલેન્ડમાં અપાર શ્રદ્ઘા છે.
  • આ સંબંધો સરકાર સાથે નથી, આપણે આ સંબંધ બનાવ્યા જ નથી, આ સંબંધો તો ઈતિહાસે બનાવ્યા છે.
  • પ્રાચીન સુવર્ણભૂમિ, થાઈલેન્ડમાં આપ સૌની વચ્ચે છું તો લાગતુ નથી કે વિદેશમાં હોવ. આ માહોલ, આ વેશભૂષા સંપૂર્ણ રીતે પોતાનાપણાનો અહેસાસ કરાવે છે, પોતાના પણુ છલકાય છે.

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય થાઈલેન્ડ પ્રવાસે છે, તે દરમિયાન તેઓ દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (આસિયાન)-ભારત, પૂર્વી એશિયા અને ક્ષેત્રીય વિસ્તૃત આર્થિક ભાગીદારી સમિત સંમેલનમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details