જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશના તમામ ભાજપ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું, "હું ભાજપના દરેક કાર્યકર્તાઓને તેમના સેવાભાવ તેમજ પરિશ્રમ માટે આદરપૂર્વક નમન કરૂ છું. આ અમારા માટે એક પ્રેરણા બની રહેશે. હું તમામ કાર્યકર્તાઓ અને તેમના કુટુંબના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂ છું."
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.