ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન '24 કેરેટ સોનાના', નિયત પર શક ન કરો: રાજનાથ - રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મહરોલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતું. તે સમયે તેને કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. CAA અને NRCને લઇ રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદી 24 કેરેટ સોનાના છે અને તેની નિયત પર શક કરવો જોઇએ નહીં. જાણો વધુ શું કહ્યું...

વડાપ્રધાન '24 કેરેટ સોનાના', તેની નિયત પર શક ન કરો: રાજનાથ સિંહ
વડાપ્રધાન '24 કેરેટ સોનાના', તેની નિયત પર શક ન કરો: રાજનાથ સિંહ

By

Published : Feb 1, 2020, 1:12 PM IST

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંશોધિત નાગરિકતા બિલને લઇ મુસલમાનોને અવડે માર્ગે લઇ જનાર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદી '24 કેરેટનું સોનુ' છે અને તેની નિયત પર શક કરવો જોઇએ નહીં.

ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ મહરોલીમાં ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યાં હતાં. તે સમયે સંરક્ષણ પ્રધાને કહ્યું કે, કોઇ પણ મુસ્લિમ લોકો પર આંગળી ન ચીંધી શકે. વધુમાં કહ્યું કે વિપક્ષો વોટ માટે મુસલમાનોમાં ડર પેદા કરી રહ્યા છે. વધુમાં રાજનાથ સિંહે સભાને સંબોધન કરતા કહ્યું કે,' અમારા વડાપ્રધાન 24 કેરેટના છે. તેની નિયત પર શક ન કરી શકાય'. સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર ભરોસો કરે છે. સંબોધન કરતા કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યો હતો અને કહ્યું કે કહો અને કરોમાં અંતર છે.

ABOUT THE AUTHOR

...view details