નવી દિલ્હી: પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની સંમતિ માંગવામાં આવી હતી. અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સ્વરાએ કથિત અપમાનજનક અને દૂષિત નિવેદનો આપ્યા હતાં.
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સ્વરા ભાસ્કરે 1 ફેબ્રુઆરી, 2020ના રોજ પેનલ ચર્ચા દરમિયાન અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. આ ચર્ચાનું આયોજન મુંબઇ કલેક્ટીવ દ્વારા કરવામાં આવ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નિવેદન અપમાનજનક અને સ્વભાવથી દૂષિત હતું અને કોર્ટને બદનામ કરનારુ છે. પ્રશંસા મેળવવા માટે આ એક સસ્તી પબ્લિસિટી સ્ટંટ છે.
શું હતું નિવેદન?