ગુજરાત

gujarat

ETV Bharat / bharat

3300 તબલીગી જમાતીયોને ક્વોરેન્ટાઇન વોર્ડમાંથી છોડવા હાઇકોર્ટમાં અરજી

લગભગ 40 દિવસથી જુદા-જુદા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રહીને અને કોરોના વાઇરસથી સંક્રમણ ન હોવા છતા બહાર નહીં આવવા દેતા તબલીગી જમાતના 3300 સભ્યો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

HC
HC

By

Published : May 14, 2020, 5:33 PM IST

નવી દિલ્હી: લગભગ 40 દિવસથી જુદા જુદા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રહીને અને કોરોના વાઇરસથી સંક્રમણ ન હોવા છતા બહાર નહીં આવવા દેતા તબલીગી જમાતના 3300 સભ્યો દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

શુક્રવારે આ અરજી પર સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં અધિકારીઓને 14 દિવસના અલગ રોકાણ માટે માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે. સભ્યોની સતત અટકાયત બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે કે કેમ તે શોધવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની માંગ કરી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ક્વોરેન્ટાઇનના નામે સતત અટકાયત કરવી એ યોગ્ય નથી અને તે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.

નિઝામુદ્દીનમાં તબલીગી જમાત જૂથના કેટલાંક સભ્યોમાં સંક્રમણ હોવાનું જાણવા મળ્યા બાદ દિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો હતો. ત્યારબાદ આ સભામાં હાજરી આપતા અન્ય લોકોને એક અલગ ક્વોરેન્ટાઇન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details