નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિાયનના મોત મામલે CBI દ્વારા તપાસની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટ આ નિર્ણય 12 ઓક્ટોબરના રોજ કરશે. જોકે, ટૂંકી સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું કે અરજદારે આ બાબતે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
દિશા સાલિયન મોતની CBI તપાસની અરજી પર 12 ઓક્ટોબરે સુનાવણી - હાઈકોર્ટ
સુશાતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત મામલે CBI તપાસ કરવાની માગ પરની અરજી સુપ્રીમ કોર્ટેમાં કરવામાં આવી છે. આ અરજી પર 12 ઓક્ટોબરના રોજ કોર્ટ નિર્ણય કરશે.
![દિશા સાલિયન મોતની CBI તપાસની અરજી પર 12 ઓક્ટોબરે સુનાવણી CBI CBI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9107377-thumbnail-3x2-dish.jpg)
CBI
દિશાએ 8 મી જૂને મુંબઈના મલાડ વેસ્ટમાં રિજન્ટ ગેલેક્સીના 14 મા માળેથી પડતુ મકતા તેનું મોત નિપજ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આ ઘટનાના એક અઠવાડિયા બાદ 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિશા અભિનેતા રોહન રાય સાથે સંબંધમાં હતી. બંન્ને લોકડાઉન બાદ લગ્ન કરવાના હતા.