નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ઉશ્કેરણીજનક ભાષણ કેસની સુનાવણીમાં પોલિસ, દિલ્હી સરકાર, રાજકીય પાર્ટી અને કેટલાંક નેતાઓને નોટિસ પાઠવી છે. કોર્ટે ઘણા નેતાઓ દ્વારા હિંસા દરમિયાન નફરત ફેલાવનારા ભાષણ દેવા અને ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ થવા અંગેના કેસમાં સુનાવણી કરી છે.
ઉશ્કેરણીજનક ભાષણ કેસઃ દિલ્હી સરકાર અને પોલિસને હાઈકોર્ટની નોટિસ - અનુરાગ ઠાકુર
દિલ્હી હાઈકોર્ટે ઉશ્કેરણીજનક ભાષણ કેસમાં દાખલ અરજીની સુનાવણી કરી છે. કોર્ટે પોલિસ, દિલ્હી સરકાર, રાજકીય પાર્ટી અને કેટલાંક નેતાઓને નોટિસ પાઠવી છે.
ઉશ્કેરણીજનક ભાષણ કેસઃ દિલ્હી સરકાર અને પોલિસને હાઈકોર્ટની નોટિસ
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હોઈકોર્ટમાં નવી અરજી દાખલ કરીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, સલમાન ખુર્શીદ અને ભાજપના અનુરાગ ઠાકુર તથા કપિલ મિશ્રાએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
અરજીમાં નફરત ફેલાવનારા ભાષણ આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવા તથા ઉત્તર પૂર્વી દિલ્હીમાં ગત મહિને રમખાણોમાં સંપત્તિના નુકસાનની તપાસ કરવા માટે વિશેષ SITની રચના કરવાનો પણ અનુરાધ કરવામાં આવ્યો છે.