શ્રીનગર: “કોવિડ-19ને કારણે બહાર નિકળવું ઘણું મુશ્કેલ છે અને મારૂં માનવું છે કે, કોવિડના વધી રહેલા કેસોને કારણે અહીં રમત-ગમતની પ્રવૃત્તિઓ પુનઃશરૂ કરવામાં સમય લાગશે.”
તે ઉમેરે છે, "મારા ઘરે એક નાનો બગીચો છે, જ્યાં હું પ્રેક્ટિસ સેશન્સ કરૂં છું. હું ફિટનેસ જાળવવા માટે નાની ડ્રિલ કરૂં છું અને ટૂંકી દોડ લગાવું છું, કારણ કે એક ખેલાડી માટે લાંબા સમય સુધી રમત-ગમતના સંપર્કથી દૂર રહેવું અત્યંત મુશ્કેલ છે અને હું વિચારું છું કે, અમે માર્ચ મહિનામાં ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. સ્પોર્ટ્સ માટે માળખાકીય સુવિધા ન હોવાથી અમે ઘરે વર્કઆઉટ્સ થકી અમારી ફિટનેસ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."
પરંતુ, મોહમ્મદ હમ્માદના જણાવ્યા મુજબ, એક ખેલાડી માટે ગ્રાઉન્ડ પર દર્શકો, પ્રશંસકો હોવા મહત્વપૂર્ણ છે, જે તેમનો ઉત્સાહ વધારે છે. "દર્શકો વિના આ મુશ્કેલ છે. તેઓ ટીમનો ઉત્સાહ વધારે છે અને તેઓ ટીમ માટે એક્સ્ટ્રા મેન તરીકે કામ કરે છે," તેમ તેણે જણાવ્યું હતું.
"ફિટનેસ માટે હું ઘરેથી વર્કઆઉટ કરૂં છું. એક પ્રોફેશનલ તરીકે તમારે રૂટિન વર્કઆઉટ્સ કરવાં પડે છે, આથી હું તમામ પ્રવૃત્તિઓ ઘરેથી કરૂં છું. એક મહત્વપૂર્ણ ફૂટબોલ ઇવેન્ટ (આઇ-લિગ) ચાલી રહી હતી, પરંતુ મહામારીને કારણે તે પાછી ઠેલવામાં આવી. એક ખેલાડી તરીકે મને ઘણું ખરાબ લાગ્યું હતું."
હમ્માદની માફક ખાલિદ કય્યુમ પણ ફૂટબોલ ખેલાડી છે. તે જણાવે છે કે, દર્શકો ફૂટબોલનો આત્મા છે, આથી તે તેના વિડિયો ઓનલાઇન પોસ્ટ કરી રહ્યો છે.
"દર્શકો વિના મેચ રમવી એ ખેલાડીઓ માટે મોટો પડકાર બની રહેશે. હું વિડિયો બનાવું છું અને સોશ્યલ મીડીયા પર તે અપલોડ કરૂં છું, જેથી જુનિયરો તે જોઇ શકે અને તેઓ પણ ઘરે થોડું વર્કઆઉટ કરી શકે," તેમ તેણે જણાવ્યું હતું.
30મી મે સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસે 3,67,000 કરતાં વધુ લોકોનો ભોગ લીધો છે અને તેણે વિશ્વભરનાં સ્પોર્ટ્સને પ્રભાવિત કર્યું છે.