મુંબઈ: દુનિયાના 150થી વધુ દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે. જેને લઈને દુનિયામાં અત્યારસુધી 7 હજારથી વધુ લોકોના મોત થયાં છે. ભારત સેન્ટ્રલ રેલવેએ કોરોના વાયરસની અસરને રોકવા માટે અનોખી પહેલ કરી છે.
કોરોના ઇફેક્ટ: મુંબઈમાં પ્લેટફૉમ ટિકિટમાં 50 રૂપિયાનો વધારો, સરકારી કચેરીઓ 7 દિવસ બંધ, 23 ટ્રેનો રદ - gujaratinews
ભારતમાં કોરોના વાયરસના 134 કેસ સામે આવ્યા છે, ત્યારે કોરોના વાયરસની અસરના કારણે 3 લોકોના મોત થયાં છે. રેલવે પ્રશાસને મુંબઈના કેટલાક પ્લેટફૉમ પર ટિકિટની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે યાત્રિકોને પ્લેટફૉર્મ માટે 10 રૂપિયાના બદલે 50 રૂપિયા ચૂકવવા પડશે.
etv bharat
રેલવે પ્રશાસને મુંબઈ, પુણે, નાગપુર, ભુસાવલ અને સોલાપુર સ્ટેશનોના પ્લેટફૉમ ટિકિટની કિંમતમાં વધારો કરવાનું એલાન કર્યું છે. નવી કિંમત 10 રૂપિયાથી વધારી 50 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રેલ વિભાગે 23 ટ્રેનો રદ્દ પણ કરી છે.