પટના: પ્રશાત કિશોરના સવાલો પર જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રવક્તાઓ ચૂપ છે. બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીએ નીતિશ કુમારનું સમર્થન કર્યું છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, બિહારમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. જેથી કોઈ પણ પોતાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ લાભ મળે અથવા સફળતાઓને ધ્યાનમાં રાખીને નિવેદન આપી રહ્યું છે. સુશીલ મોદીએ કહ્યું કે, સરકાર પાંચ વર્ષના કામ જનતાની સામે રાખશે. જે બેરોજગાર છે, તેઓ રથયાત્રા યોજીને પોતાની નાકામી પર પરદો રાખવા માગે છે.
સુશીલ મોદીએ પ્રશાંત કિશોરનું નામ લીધા વગર કહ્યું કે, જે ઈવેન્ટ મેનેજમેન્ટ અને સ્લોગન રાઈટિંગનું કામ કરતા હતાં, તે હવે નવો ઢોંગ રચી રહ્યાં છે. સુશીલ મોદીએ કહ્યું કે, જનતા માલિક છે અને જનતા કામ પર આશીર્વાદ આપવાની છે.