ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#Budget2019: પીયૂષ ગોયલ બજેટ રજૂ કરી રહ્યા છે - Parliament of India

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ આજે વર્તમાન સરકારનું અંતિમ બજેટ રજૂ કરી રહ્યા છે.પરંતુ સરકારે પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ બજેટ નથી.ચૂંટણી વર્ષ હોવાની લોભામણી જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.કાર્યકારણી નાણાં પ્રધાન પીયુષ ગોયલ સંસદમાં પહોંચી ગયા છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 1, 2019, 12:10 PM IST

બજેટની મહત્વની વાતો......

  • 5.45 લાખ ગામોને ખુલ્લા શૌચાલયમાંથી મુક્ત,
  • સ્વચ્છ ભારત અભિયાન માટે દેશના 130 કરોડ લોકોનો આભાર
  • આપણે પારદર્શકતાના નવા સમયમાં આવી ગયા. અમે ભષ્ટ્રચાર મુક્ત સરકાર ચલાવી.
  • ભાગેડું અપરાધી માટે 2019માં મિશન ચલાવીશું
  • 2008થી 2014 સુધીમાં સરકારી બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ્સ મોટા પ્રમાણમાં વધી હતી.
  • અમે જીએસટી લાવીને સુધારાની દિશામાં પગલા લીધા
  • અમે મોંઘવારીને કાબૂમાં કરી, જેથી પરિવારીક ઓછો ખર્ચ થયો
  • કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પણ જીડીપીના 2.5 ટકા રહ્યો
  • અમારી સરકારે કમરતોડ મોંઘવારીને ઓછી કરી
  • અમે મોંઘવારી દરને 4.6 ટકા સુધી લઈ આવ્યા છીએ.
  • ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોઘવારી દર રહ્યો
  • અમારી સરકારે દેશમાં ભષ્ટ્રાચારને ખત્મ કર્યો
  • 2022 સુધીમાં ખેડૂતોની આવકને બે ગણી કરશું
  • નરેન્દ્ર મોદીએ દેશને મજબૂત સરકાર આપી
  • ખેડૂતોના ખાતામાં 6 બજાર રૂપિયા જમા થશે.
  • ગાય માતા માટે સરકાર કામધેનુ યોજના શરૂ કરશે.
  • 12 કરોડ ખેડૂતો પરિવારને લાભ મળશે.
  • રકાર 2022 સુધી તમામને ઘર આપશે.
  • અમારી સરકારે મોંઘવારીની કમર તોડી નાખી છે.
  • 10 લાખ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ
  • અમારી સરકારે કહ્યું તે કર્યું.
  • સરકારે ગરીબોને અનામત આપી.
  • હરિયાણામાં 22મી એમ્સની સ્થાપના

નાણાં પ્રધાન અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલયનો ચાર્જ સભાળી રહેલા ગોયલ સવારે 11 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ સ્પીકરની રજા બાદ પોતાનું બજેટ ભાષણ આપશે. બજેટની કોપી લોકસભામાં પહોંચી ગઈ છે.

સુત્રોના જણાવ્યાં અનુસાર, અંતિમ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને લલચાવવા માટે ગણી લોભામણી જાહેરાત થઈ શકે છે. ખેડૂત દેશની વસ્તીમાં 60 ટકા ભાગીદારી રાખે છે અને તે બાદ મધ્યમ વર્ગ સૌથી મોટો વર્ગ છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે સરકાર આ બંને વર્ગો પર ભાર આપી શકે છે.

નાણા રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું કે, મોદી સરકાર એક લોકપ્રિય સરકાર છે. સ્વાભાવિક છે કે, અમે બધી વસ્તુઓ પર ધ્યાન રાખીશું. અમે લોકો માટે જે સંભવ હશે તે કરીશું. અમે હંમેશા એક સારૂ બજેટ રજૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details