ધારચૂલામાં ચીન સીમાને જોડનાર તવાધાટ મોટરપુલ ધરાશાયી થયો છે. માલપાથી આગળ રસ્તો તોડવા માટે પુલથી જેસીબી મશીનને લઈ જવાઈ રહ્યું હતુ. આ સમય પુલ તૂટી પડ્યો. જેમાં ટ્રાલા ચાલક નવીન સિંહ અને પોકલૈન્ડ ઓપરેટર સુરેન્દ્ર કુમાર ઘાયલ થયા છે.
ભારત-ચીન સીમા જોડનાર પુલ ધરાશાય આ પુલ દ્વારા સુરક્ષાદળો ચીન સીમા સુધી પહોચતા હતા. પુલ ધરાશાયી થવાથી બૉર્ડરના અનેક ગામો પણ સંપર્ક વિહોણાં થયા છે.
આ પુલ પરથી માનસરોવર યાત્રિકો પવિત્ર કૈલાશ માનસરોવરના દર્શન માટે જતા હતા. આ પુલ બીઆરઓ પાસે છે. પુલ ધરાશાયી થવાથી ભારત-ચીન બોર્ડર પર તૈનાત સૈના એસ.એસ.બી. અને આઈ.ટી.બી.પી.ને સામાન પહોચાડવા મુશ્કેલીનો સામનો કરવો પડશે.
અંદાજે 20 હજારની આબાદી સંકટમાં ફસાઈ છે. ક્ષેત્રના લોકો હાલમાં બૈલી પુલ બનાવવા અને બાદમાં સ્ટીલ ગાર્ડર પુલનું નિર્માણ કરવાની માંગ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 15 દિવસની અંદર બૈલી બ્રિઝનું નિર્માણ કરવામાં આવશે.