ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા માટે ફરીથી PIL દાખલ કરાઇ - સુપ્રીમ કોર્ટ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ફાઉન્ડેશ ફોર મીડિયા પ્રોફેશન્લસે જમ્મુ કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવાઓ ફરીથી શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આશરો લેવાયો છે.

Etv Bharat, Gujarati News, Supreme Court, Jammu Kashmir, 4G Internet
PIL seeking restoration of 4G internet in J&K filed in SC

By

Published : Apr 3, 2020, 10:30 AM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા ફરીથી સ્થાપત કરવા કેન્દ્રને નિર્દેશ આપવા માગતા મીડિયા પ્રોફેશનલ્સ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

અરજદારે દલીલ કરી છે કે, ડૉકટરો, દર્દીઓ અને સામાન્ય લોકો કોવિડ-19 વિશે યોગ્ય માહિતી, માર્ગદર્શિકા, સલાહ અને દૈનિક અપડેટ્સ મેળવી શકતા નથી.

હાલમાં કોવિડ-19ને લીધે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત અરજીમાં લખ્યું છે કે, કોરોના વાઇરસ અંગે આ તથ્યો છે કે, તે ખૂબ જ ચેપી છે અને આ વાઇરસનો ઘટાડો કેવી રીતે કરવો અથવા તેને વધુ ફેલાવતા કેવી રીતે અટકાવવો તે અંગે માહિતી મળી શકતી નથી.

વકીલ શદાન ફરાસત દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ 19ના ફેલાવા અથવા આ વાઇરસ અંગે સામાન્ય માણસથી લઇ ડૉકટરો, દર્દીઓ આ અંગે વધુ માહિતી, માર્ગદર્શિકા, સલાહ અને દરરોજની અપડેટ્સ મેળવી શકતા નથી.

આ ઉપરાંત એમ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે, માહિતીને અટકાવવી એ એક સંપૂર્ણપણે ગેરવાજબી અને ગેરકાયદેસરની સાથે ગેરબંધારણીય પણ છે. જમ્મુ અને કાશ્મીરમાં કેસની સંખ્યા 33 થઇ છે અને 2 લોકોના મોત થયા છે.

આ અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અધિકારને સરકાર દ્વારા વારંવાર જરૂરિયાત તરીકે માન્યતા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details