બુલંદશહેરઃ જિલ્લાના શિકારપુર તહસિલમાં અહેમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ખાખુડા નજીકના ગામ બદાયૂ હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પરપ્રાંતિય મજૂરોથી ભરેલું એક મેક્સ પિક-અપ વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. જેમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનામાં લગભગ 12 જેટલા મજૂરો ઘાયલ થયા છે. જેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.