ન્યૂઝ ડેસ્કઃ જીવનસાથી સાથેનો શારીરિક સંબંધ બંનેની આત્મીયતામાં વધારો કરે છે અને સાથે જ આરોગ્યને પણ સારું રાખે છે. એક અભ્યાસ પ્રમાણે મહિનામાં 6થી 8 વખત અથવા એક સપ્તાહમાં એક વાર જીવનસાથી સાથે બાંધેલો શારીરિક સંબંધ આરોગ્યને સારું રાખે છે. પરંતુ આ માટેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. જ્યારે પણ તમને યોગ્ય લાગે ત્યારે તમે જીવનસાથી સાથે સંબંધ બાંધી શકો છો. ડૉક્ટર નિખિલ શાહના જણાવ્યા પ્રમાણે, જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી તણાવ અને ચિંતામાં ઘટાડો થાય છે. તમે જીવનસાથીને વધારે સારી રીતે જાણી શકો છો. તે ઉપરાંત તેના શારીરિક ફાયદાં પણ થાય છે.
પુરુષના આરોગ્યની તંદુરસ્તી અને જાતીય સુખની તૃપ્તિ માટે શારીરિક સંબંધનું મહત્વ - પુરુષના આરોગ્યની તંદુરસ્તી
જીવનસાથી સાથેનો શારીરિક સંબંધ બંનેની આત્મીયતામાં વધારો કરે છે અને સાથે જ આરોગ્યને પણ સારું રાખે છે. એક અભ્યાસ પ્રમાણે મહિનામાં 6થી 8 વખત અથવા એક સપ્તાહમાં એક વાર જીવનસાથી સાથે બાંધેલો શારીરિક સંબંધ આરોગ્યને સારું રાખે છે. પરંતુ આ માટેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. જ્યારે પણ તમને યોગ્ય લાગે ત્યારે તમે જીવનસાથી સાથે સંબંધ બાંધી શકો છો.
પુરુષના આરોગ્યની તંદુરસ્તી અને જાતીય સુખની તૃપ્તિ માટે શારીરિક સંબંધનું મહત્વ
aarp.org દ્વારા જાતીય સમાગમના ફાયદાં નીચે પ્રમાણે જણાવ્યા છે
- હાયપર ટેન્શન અને તણાવ આજની જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. વ્યસ્ત જીવન અને કલાકો સુધી કામ કરવાને લીધે આરોગ્ય ઉપર અસર પડે છે. તેથી યોગ્ય અંતરાલ પર જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
- 20 વર્ષ સુધી 914 પુરુષો પર થયેલા એક બ્રિટિશ અભ્યાસ મુજબ, નિયમિતપણે અને યોગ્ય અંતરાલ પર સેક્સ માણવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.
- ઈરેક્ટાઈલ ડિસફંક્શનનું જોખમ ઓછું થાય છે. સપ્તાહમાં એકવાર પણ જાતીય સમાગમ નહીં કરવાથી ઇરેક્ટાઈલ ડિસફંક્શનનો ભય વધી જાય છે.
- નેશનલ કેન્સર ઈન્ટિટ્યૂટ રિસર્ચે 29,342 પુરુષો પર અભ્યાસ કર્યો છે. 46થી 81 વર્ષના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનો ભય વધારે હોય છે. જો જાતીય આવેગને સંતોષવામાં આવે તો આ કેન્સરનો ભય ઓછો થાય છે.
આ ઉપરાંત નિયમિતપણે શારીરિક સુખ માણવાથી તમે તંદુરસ્ત રહેશો. જાતીય સમાગમથી 150 કેલરીનો વપરાશ થાય છે. તેનાથી ચિંતા, હાયપર ટેન્શન દૂર થાય છે. તમારા સંબંધને જીવંત રાખો, રોમેન્ટિક રાખો. નવી વસ્તુઓનો પ્રયોગ કરતા રહો. રોમેન્ટિક અને એક્ટિવ સેક્સ લાઈફ બંનેના જીવનને સુખમય રાખશે.