કાનપુર: કાનપુરના બિકરુ ગામમાં વિકાસ દુબે અને પોલીસ સાથેની અથડામણમાં 8 પોલીસકર્મીની હત્યા અંગે એસટીએફની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના દરોડા પહેલા આશરે સાડા સાત કલાક પહેલા એક ઇન્સ્પેક્ટરની અને આશરે 40 મિનિટ પહેલા કોન્સ્ટેબલની વિકાસ દુબે સાથે ગભરાટ સાથે ફોન પર વાત થઇ હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં આ પોલીસકર્મીઓ પણ શામેલ છે .એસટીએફની તપાસમાં આ બંનેએ જ વિકાસને જાણકારી આપવાનું ખૂલ્યું છે.
ચૌબપુર એસઓ એ વાત કરી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર 2 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કૃષ્ણ કુમાર શર્માએ વિકાસ દુબે સાથે ફોન પર વાતચીત કરી હતી.