પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે સ્થિરતા જોવા મળી છે. આગામી દિવસોમાં ભાવામાં ઘટાડો થાય તેની શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત અઠવાડિયામાં બેન્ચમાર્ક કાચા તેલ બ્રેન્ટ ક્રૂડના વાયદા બજારના ભાવમાં આશરે ચાર ટકા ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવાતા તેલનું માર્કેટીંગ કરતી કંપનીઓ અને પછી પટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો.
પેટ્રોલના ભાવ સ્થિર, ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા - latest national news
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓઈલ વેબસાઇટના અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ બે છેલ્લા બે દિવસથી સ્થિરતા નોંધાઈ છે. રવિવારે અનુક્રમે આ રાજ્યોમાં પેટ્રોલના ભાવ 74.34 રૂપિયા, 77.03 રૂપિયા, 80.00 રૂપિયા અને 77.28 રૂપિયાઓનો પ્રતિ લીટર છે.
બજાર વિશ્લેષકના જણાવ્યાનુસાર, ગત અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી તહેવારના સમયમાં ગ્રાહકોને પેટ્રોલના ભાવમાં રાહત મળશે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટના જણાવ્યાનુસાર, રવિવારના રોજ દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં છેલ્લા બે દિવસથી સ્થિરતા નોંધાઈ છે. પેટ્રોલના પ્રતિલિટર ભાવમાં ક્રમશઃ 74.37 રૂપિયા, 77.03 રૂપિયા, 80.00 રૂપિયા અને 77.28 રૂપિયાની સ્થિરતા જોવા મળી છે. જ્યારે ડીઝલના ભાવમાં 65.25 રૂપિયા, 67.63 રૂપિયા, 68.41 અને 68.94 પ્રતિલિટરની સ્થિરતા નોંધાઇ છે.
આ મહિનામાં 14 સપ્ટેમબરના રોજ આઉદી અરબ સરકારી તેલની કંપની પર ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. જેની અસર આખરી કારોબારી સત્રમાં જોવા મળી હતી.