નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલનો ભાર સામાન્ય લોકો પર પડી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે સતત દસમા દિવસે તેમના ભાવમાં વધારો કર્યો છે.
દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત આજે 47 પૈસા વધીને રૂપિયા 76.73 થઈ છે. તે જ સમયે, ડીઝલનો ભાવ પણ 57 પૈસા વધીને 75.19 રૂપિયા પ્રતિ લિટર થયો છે.