ઈંડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે જોઈએ તો દિલ્હી, કલકત્તા, મુંબઈ તથા ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશ: 70.05 રૂપિયા, 72.31 રૂપિયા, 75.75 રૂપિયા તથા 72.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ ચારેય મહાનગરમાં ડીઝલના ભાવ વધીને 63.90, 65.82,66.99 તથા 67.59 રૂપિયા પ્રતિલીટર થઈ ગયું છે.
સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલના ભાવમાં વધારો, ડીઝલ પણ મોંધું થયું - highprice
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત ત્રીજા દિવસે પણ ભાવ વધારો જોવા મળ્યો છે, આ સાથે જ હવે પેટ્રોલ 70 રૂપિયા પ્રતિલીટરે ભાવ પહોંચી ગયો છે. દિલ્હી, કલકત્તા તથા મુંબઈમાં પેટ્રોલમાં સાત પૈસા જ્યારે ચેન્નઈમાં આઠ પૈસાનો પ્રતિલીટરે વધારો નોંધાયો છે. તો આ બાજુ ડીઝલમાં પણ કંઈક એટલો જ વધારો જોવા મળ્યો છે. જેમાં દિલ્હી, કલકત્તા તથા મુંબઈમાં છ પૈસા અને ચેન્નઈમાં સાત પૈસાનો ડીઝલમાં વધારો થયો છે.
file
આંતરરાષ્ટ્રીય બજારોમાં વિતેલા દિવસોમાં કાચા તેલમાં આવેલી વૃદ્ધિને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે થયો છે. બે જ દિવસમાં દિલ્હી, કલકત્તા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 12 પૈસા જ્યારે ચેન્નઈમાં 13 પૈસાનો લીટરે વધારો થયો છે.