નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલિયમ કપંનીએ ભાવમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ પ્રતિ લિટર રૂપિયા 80.43 છે તો ડીઝલનો ભાવ પ્રતિ લિટર 80.53 રૂપિયા છે.
રોજ 6 વાગે નક્કી થાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
ઓયલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવનું સંશોધન કરી ભાવ નક્કી કરે છે.
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે અટકાયત કરી હતી. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે પાંચ દિવસ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શમ કરવાની જાહેરાત કરી છે.