ગુજરાત

gujarat

By

Published : Dec 31, 2019, 8:03 AM IST

ETV Bharat / bharat

લો બોલો....પેટલાદમાં પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે

પેટલાદઃ વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક આજે એક મુખ્ય સમસ્યા બનીને ઉભરી રહ્યું છે. રોજિંદા વપરાશમાં લેવામાં આવતું પ્લાસ્ટિક ના કુલ જથ્થામાંથી ફક્ત 5 ટકા જ પ્લાસ્ટિક ફરીથી વપરાશમાં લેવામાં આવે છે જેથી હર એક સેકન્ડે દુનિયામાં પ્લાસ્ટિક નો ઘન કચરો એક મુસીબત બની વિશ્વ સામે આવી રહ્યો છે.

લો બોલો....પેટલાદમાં પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે
લો બોલો....પેટલાદમાં પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવવામાં આવે છે

આજે સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા ઓછી ગુણવત્તા વાળા પ્લાસ્ટિકનો વપરાશ ટાળવા માટે સંસ્થાઓ અને સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારત દેશમાં પણ સરકાર દ્વારા પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

અહીં પ્લાસ્ટિક કચરામાંથી ઇંધણ બનાવાઇ છે

આપણે આજે વાત કરીશું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વડા મથક પેટલાદની, પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા કામગીરી તો કરવામાં આવે છે પરંતુ સાથે સાથે રોજિંદા વપરાશમાં ઘન કચરા સ્વરૂપે નગરપાલિકાને મળતા પ્લાસ્ટિકને વર્ગીકૃત કરી તેમાંથી બહુમૂલ્ય ઈંધણ બનાવવામાં આવે છે જે રીતના પ્લાસ્ટિક ના પ્રદુષણ થી સૃષ્ટિને જોખમ ઊભું થાય છે તે જ રીતે આવનાર સમયમાં પેટ્રોલિયમ પેદાશોની ઘટના કારણે યાતાયાત ના બીજા વિકલ્પ શોધવાની જરૂરિયાત પણ ઊભી થનાર છે પેટલાદ નગરપાલિકા દ્વારા એક તીર બે નિશાન જેવી કામગીરી કરવામાં આવી છે.પેટલાદ નગરપાલિકા દ્વારા તેની ડમ્પિંગ સાઈડ ની બાજુમાં પ્લાસ્ટિક પ્રોસેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે જે પદ્ધતિના ઉપયોગથી પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવામાં આવે છે જેના થકી પેટલાદ નગરપાલિકા તેમના લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવે છે તથા સાથે સાથે તે ડીઝલને અલગથી વેચી આર્થિક આવક પણ ઉભી કરવામાં આવે છેઆ વિષય પર પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે પેટલાદ નગરપાલિકા દ્વારા ચાલતા આ યુનિટ થકી નગરપાલિકાને નોન પ્રોફીટેબલ ઓપરેશન ચલાવવામાં ખૂબ જ સારી સફળતા મળે છેવધુમાં જણાવ્યું હતું કે જ્યારે પ્લાન્ટ અંડર મેન્ટેનન્સ હોય ત્યારે જમા થતાં પ્લાસ્ટિકને નગરપાલિકા દ્વારા એક સંસ્થાને આપવામાં આવે છે જે બાટા સિસ્ટમથી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ પ્લાસ્ટિકને આકર્ષક શેપ આપી શહેરના સુશોભનમાં મુકવા લાયક આર્ટિકલ બનાવે છે તથા ફેન્સીંગ,ફ્લોરિંગ અને બેસવા માટે ની બેન્ચીસ બનાવી શહેરની સુવિધાઓમાં વધારો કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.આ રીતે પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવી તે પ્લાસ્ટિકના કચરાને ઈધણ માં રૂપાંતરિત કરી નગરપાલિકાનો આર્થિક ખર્ચ બચાવવામાં આવે છે તથા લો સ્પીડ ડીઝલ એન્જિન ચલાવી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી શકાય છે

ABOUT THE AUTHOR

...view details