આ કાયદાને સંદર્ભે પૂર્વોત્તરમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ આના વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે વકીલ એમ.એલ.શર્માએ જણાકારી આપતા કહ્યું કે, CAB બંધારણના વિરૂદ્ધ છે અને આ અરજીનો આધાર છે. પીસ પાર્ટીના વકીલ પંખુડી શ્રીવાસ્તવે કહ્યું કે,આ કાયદો અનુચ્છેદ 14ના વિરૂદ્ધ છે અને બંધારણના મૂળ આધાર, ધર્મ નિરપેક્ષતાનો ઉલ્લંધન કરે છે.
નાગરિકતા સંશોધન બિલ 2019 વિરૂદ્ધ SC માં અરજી દાખલ - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુહર લગાવી
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ 2019 પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મ્હોર લગાવી દીધી છે. જે બાદ નાગરિકતા કાયદો, 1955માં બદલાવ કરવામાં આવશે. મૂળ કાયદો 1955માં બનાવામાં આવ્યો હતો. જેમાં 2019માં સંશોધન બિલમાં બદલાવ કરવામાં આવશે. ત્યારે CAB પર SCમાં અરજી દાખલ કરવામાં આવી છે.
નાગરિકતા સંશોધન બિલ 2019
પીસ પાર્ટીના મોહમ્મદ આયૂબે આ બાબત પર કહ્યું કે, કાયદો બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોના વિરૂદ્ધ છે અને આ કાયદો દેશ અને સમાજમાં અલગ કરે છે. જોકે, ફક્ત લધુમતીઓને આ કાયદાથી બહાર રાખવામાં આવ્યું છે. તેથી જ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.