નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવે તેની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ મૃદુલ ચક્રવર્તી દ્વારા કરવામાં આવી છે.
જુલાઈ સુધી સંક્રમિતોની સંખ્યા પાંચ લાખથી વધુ પહોંચવાની સંભાવના…
પિટિશનમાં જણાવાયું છે કે, દિલ્હી સરકારે પોતે જ સ્વીકાર્યુ હતું કે, જૂન મહિનાના અંત સુધીમાં દિલ્હીમાં કોરોના કેસ વધીને સવા બે લાખ કરોડ અને જુલાઈના અંત સુધીમાં સાડા પાંચ કરોડ સુધી પહોંચ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે દિલ્હીમાં કડક લોકડાઉન કરવાની ઘોષણા પર વિચાર કરવો જોઇએ.
લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ કોરોના સંક્રમણ વધ્યું….
પિટિશનમાં માગ કરવામાં આવી છે કે, કોરોના વાઈરસને પહોંચી વળવા વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે ડોકટરો અને તબીબી નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યાનુસાર, અગાઉના લોકડાઉન દરમિયાન કોરોના વાઈરસના ચેપનું પ્રમાણ ઓછું હતું. લોકોને દિલ્હીમાં મુસાફરી કરવાની અને જાહેર પરિવહન, ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરાં અને હોટલને ફરીથી ખોલવાની મંજૂરી આપ્યા પછી કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે….
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં પથારી, વેન્ટિલેટર, આઈસીયુ વોર્ડ, ટેસ્ટીંગની સુવિધાના અભાવ સામે ઝંઝૂમી રહી છે અને જો આવી પરિસ્થિતિ વધુ સમય સુધી રહેશે. તો દિલ્હી માટે ભયજનક પરિસ્થિતી ઉભી થશે. જો કોરોના ચેપ વધુ ખરાબ થાય છે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં કોરોના ચેપ વધ્યા પછી સ્વાસ્થ્ય માળખાને અસર થશે. તેથી, દિલ્હીની પ્રાથમિકતા આર્થિક નહીં પરંતુ લોકોના આરોગ્ય અને સલામતી હોવી જોઈએ.