- તાંડવ વેબ સિરીઝ વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ
- હિન્દુ સૈન્યના સ્થાપક વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી અરજી
- અરજી પર 23 જાન્યુઆરીએ સુનાવણી
નવી દિલ્હીઃ એમેઝોન પર પ્રસારિત થયેલી વેબ સિરીઝ તાંડવના નિર્માતાઓ અને નિર્દેશકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટ આ અરજી પર 23 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
કલાકારો અને નિર્માતાઓ-નિર્દેશકોવિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ
આ અરજી હિન્દુ સૈન્યના સ્થાપક વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. અરજીમાં તાંડવ વેબ સીરીઝના અભિનેતા સૈફ અલી ખાન, સુનીલ ગ્રોવર, ડિમ્પલ કાપડિયા સહિતના તમામ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો પર એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ વેબ સિરીઝ દ્વારા હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વેબ સિરીઝ દ્વારા ભારત અને યુપીની સરકારોને નિશાન બનાવવામાં આવી છે.