ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય શિક્ષા પ્રધાન નિશંક વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી - Ramesh pokhariyal nishank

નૈનીતાલ: ભારતીય જનતા પાર્ટીના બાગી નેતા મનીષ વર્માએ નૈનીતાલ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી HRD મિનિસ્ટર ડો. રમેશ પોખરીયાલ નિશંકના નામાંકને પડકાર આપ્યો છે. મનીષ વર્માએ આરોપ લગાવ્યો છે કે તેમણે પોતાનું નામાંકન કરાવતા સમયે ચૂંટણી પંચને ખોટી માહિતી આપી છે. આ બાબતની સુનાવણી શનિવારે થશે.

courte

By

Published : Jun 28, 2019, 5:11 PM IST

મનીષે જણાવ્યું છે કે, નિશંકે હરિદ્વારથી નામાંકન કરાવ્યું હતું. પછી તે સમયે પણ તેમણે ચૂંટણી અધિકારી સામે વિરોધ કર્યો, પરંતુ તેના પર કોઈ સુનાવણી કરવામાં આવી ન હતી. તેમણે જણાવ્યું કે નિશંક પર રાજ્ય સરકારની 2 કરોડ 60 લાખ રુપિયાનું દેવું છે. જે નિશંકે પોતાના મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન આવાસ અને અન્ય યોજનાઓ માટે લીધુ હતું. આ દેવું તેમણે સરકારને ચૂકવ્યું નથી.

આ સાથે જ મનીષ વર્માએ કોર્ટને જણાવ્યું છે કે, નિશંકની ડૉકટરની ડિગ્રી પણ ખોટી છે તેમણે ચૂંટણી પંચ સામે પોતોની ડિગ્રી વિશે કોઇ સ્પષ્ટતા પણ નથી મૂકી. સાથે જ આરોપ લગાવ્યો છે કે નિશંકે પોતાની દિકરીની મેડિકલ કૉલેજના 100 કરોડ રુપિયા અંગે પણ કોઇ જાણ નથી કરી.

અરજી કરનાર મનીશ વર્માએ સ્ટર્ડીયા ગોટાળો, 38 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ નકલી કંપનીને આપવાની વાત પણ જણાવી છે. મનીષે જણાવ્યું છે કે, નિશંકે ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ જોડેથી બધી જ સાચી વિગતો છૂપાવી છે જેના કારણે તેમનું નામાંકન રદ્દ થવું જોઇએ.

ABOUT THE AUTHOR

...view details