હૈદરાબાદઃ આ પૈકીની મોટાભાગની જંતુનાશક દવાઓમાં ભારે પ્રમાણમાં ઝેરી તત્વો હતા કેમ કે હવે સરકાર પર્યાવરણની સલામતી ઇચ્છતા ભારત તરફ આગળ વધી રહી છે, બીજું કે આ દવાઓની પૂરક હોય એવી સલામત દવાઓ અને નવા મોલેક્યુલ્સ તથા જૈવિક-જંતુનાશક દવાઓ ઉપલબ્ધ છે. સરકારે ખેડૂતોના અને ભારતના અર્થતંત્રના હિતને ધ્યાનમાં લઇને આ પગલું ભર્યું હતું. મધમાખી ઉછેર વ્યવસાય, મસાલા ઉદ્યોગ અને ઓર્ગેનિક ખેતી જેવા ઉદ્યોગોએ સરકારના આ આદેશને આવકાર્યો હતો અને તેની ખુશી વ્યક્ત કરી હતી.
જો કે આપણે આ આદેશને બિયારણ ઉદ્યોગના દૃષ્ટિકોણથી પણ ચકાસવો રહ્યો. પાક ઉપર એક જંતુનાશક તરીકેના તેઓના ઉપયોગ ઉપરાંત બિયારણ ઉદ્યોગે પણ પ્રાથમિક રીતે બિયારણની સારવારના એક રક્ષક તરીકે, અને જમીનના રોગો સામે બિયારણનું રક્ષણ કરવાના હેતુસર આ પ્રતિબિંધિત જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. બિયારણની સારવાર માટે સૌથી વધુ જે જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો હતો તેમાં થિરમ, કેપ્ટાન, ડેલ્ટામેથ્રિન અ કાર્બેન્ડિઝમનો સમાવેશ થાય છે જેને આ યાદીમાં સમાવી લેવામાં આવી છે.
મકાઇ, બાજરી, જુવાર, સૂર્યમુખી, રાયડો અને શાકભાજી જેવા પાકો લેતાં પહેલાં કરવામાં આવતી બિયારણની સારવાર દ્વારા જમીનના જીવજંતુઓ વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી ઘણી બધી જંતુનાશક દવાઓમાં ડેલ્ટામેથ્રિનનો પણ સમાવેશ થતો હતો. આ દવા તદ્દન સસ્તી છે અને બિયારણ ઉદ્યોગ દાયકાઓથી કાર્બેન્ડિઝમની સાથે તેનો ઉપયોગ કરે છે. કાર્બેન્ડિઝમ પણ સસ્તી હોવા ઉપરાંત ફૂગનો નાશ કરનારી લોકપ્રિય જંતુનાશક દવા છે.
જો આપણે થિરમની વાત કરીએ તો તે બિયારણની સારવાર માટે અને ફૂગનાશક તરીકે શ્રેષ્ઠ સક્ષમ વિકલ્પ છે અને તે અનાજમાં કે જમીનમાં થતાં રોગ કે રોગકારક જીવાણુઓ વિરુદ્ધ સૌથી વધુ અસરકારક દવા તરીકે માર્કેટમાં ઉપલબ્ધ પણ છે. વધુમાં જ્યાં જનીન તત્વોની અદલા-બદલી કરીને તૈયાર થતાં કે હાઇબ્રિડ હોય એવા પાકના બિયારણોની તુલનાએ વધુ સસ્તા બિયારણ હોય છે એવા ડાંગર અને વિવિધ દાળ જેવા ખુલ્લા પ્રદુષિત પાકનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોના કિસ્સામાં તે વધુ અનિવાર્ય બની જાય છે. આ ઉત્પાદકોને મોંઘાદાટ જંતુનાશકો પોસાતા નથી કેમ કે તેઓના નફાનું ધોરણ ખુબ જ નીચું હોય છે. તદઉપરાંત જ્યાં વિસ્તારના પ્રતિ એકમ દીઠ બિયારણની જરૂરિયાત મોટી (20 કિ.ગ્રાથી 40 કિ.ગ્રા) છે અને અનાજની કિંમત પ્રતિ કિલો દીઠ કિંમત રૂ. 30 કરતાં ઓછી છે એવા ઘંઉ અને ડાંગરના કિસ્સામાં થિરમ અને કાર્બેન્ડિઝમને મંજૂરી આપવાનું વિચારી શકાય. નવી ભલામણ કરાયેલી મોંઘી રાસાયણિક દવાઓની તુલનાએ બિયારણની સારવારનો ખર્ચ ઘણો ઓછો થતો હોવાથી બિયારણની સારવાર માટે આ જંતુનાશક દવાઓનો વિચાર કરવો
એ મોટાભાગના ખેડૂતો અને અનાજ-બિયારણનો વેપાર-ધંધો કરતી કંપનીઓને મદદરૂપ થઇ પડશે.
જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ મૂકતા આદેશનો અમલ થાય તે પહેલાં સરકાર તેના આદેશના પરિપ્રેક્ષ્યમાં બિયારણની સારવાર માટે વૈકલ્પિક રસાયણ/જંતુનાશક દવાઓનું સૂચન કરી શકે છે. હાલમાં ઉપલબ્ધ જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ મૂકતા પહેલાં સરકાર જે રસાયણો/મોલેક્યુલ દાખલ કરવા વિચારી રહી છે તેને પણ નિયમનકારી ટ્રાયલ પૂર્ણ કરવો પડશે જેના માટે તબક્કાવાર ટ્રાયલનો અભિગમ અપનાવવાનો રહેશે.