ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉને લોકોની આર્થિક 'તાળાબંધી' કરી, સંકટ સામે લડવા યોજના બનાવે સરકાર: કોંગ્રેસ - નવી દિલ્હી

કોરોનાની દહેશતને કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ કોરોનાને લઈને થતાં આર્થિક નુકસાન અંગે કેન્દ્ર સરકરાને એક યોજના બનાવવા અનુરોધ કર્યો છે.

લોકડાઉને લોકોની આર્થિક 'તાળાબંધી'
લોકડાઉને લોકોની આર્થિક 'તાળાબંધી'

By

Published : Apr 25, 2020, 5:36 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે કેટલાક પ્રાથમિક જરૂરિયાત સિવાયના તમામ ક્ષેત્રોની કામગીરી બંધ છે. લોકાડાઉનને કારણે આર્થિક નુકસાન વેઠવું પડે તેવું બની શકે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 હેઠળ આ સંકટ સામે લડવા રાષ્ટીય યોજના બનાવવાની અપીલ કરી છે.

કોરોના વાઈરસને લીધે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. એવામાં શનિવારે કોંગ્રેસ પાર્ટીએ શનિવારે કહ્યું કે, 'રાષ્ટ્રવ્યાપી લોકડાઉને લોકોની આર્થિક 'તાળાબંધી' કરી દીધી છે. આવી કઠિન સ્થિતિમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત આ સંકટ સામે લડવા એક રાષ્ટ્રીય યોજના બનાવે'

ABOUT THE AUTHOR

...view details