ચેન્નઈ : તમિલનાડુનું ટી મીનાક્ષીપુરમ ગામ બીજા ગામડાઓ માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મંદિરમાં મળેલા દાનને રાહત ભંડોળ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી જે મદદ મળી રહી છે, તે પૂરતી નથી. ચોખા પણ ખાવા યોગ્ય નથી.
આ ગામ થિરુમાનિક્કમ પંચાયતમાં સ્થિત છે, જે સૈદાપટ્ટી સંઘનો હિસ્સો છે. આ ગામ મદુરાઈથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ ગામમાં પાયાની સુવિધાઓ પણ નથી. તે છતાં ગામના લોકો જાતિવાદ ભૂલીને હળીમળીને રહે છે. આ ગામમાં જાતિવાદને કોઈ સ્થાન નથી.
ટી મીનાક્ષીપુરમ ગામમાં 3 મંદિર છે. અય્યાર મંદિર, મુથલમ્મન મંદિર અને કાલિમ્મન મંદિર. આ ત્રણેય મંદિર અલગ અલગ સમુદાયોના છે. પરંતુ આ ગામને આદર્શ બનાવવા માટે બધા સમુદાયના લોકો સાથે ઉત્સવ મનાવે છે. પરંતુ લોકડાઉને લીધે આ શક્ય નથી.