દહેરાદૂન: ઉત્તરાખંડ માટે સૌથી મહત્વની ચારધામ યાત્રાના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ચારધામ યાત્રાના દ્વાર લોકડાઉન વચ્ચે તેના નક્કી કરેલા મુર્હત પર ખોલવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રામાં કોઈ પ્રકારની ભીડ થવા દેવામાં આવશે નહી.
ભગવાન કેદારનાથના દ્વાર 29 એપ્રિલે ખુલશે અને ભગવાન બદ્રી વિશાલના દ્વાર 30 એપ્રિલના રોજ ખુલશે. ગંગોત્રી-યમુનોત્રી ધામના દ્વાર 26 એપ્રિલે ખુલશે. રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉનની અસર ચારધામ યાત્રા પર સ્પષ્ટપણે જોવા મળશે. જેના કારણે ટેક્સી ચાલકો, હોટલ વ્યવસાયો, ઉદ્યોગપતિઓ અને ચારધામ યાત્રા સાથે સંકળાયેલા સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.