ગુજરાત

gujarat

By

Published : Apr 5, 2020, 9:50 AM IST

ETV Bharat / bharat

લોકડાઉન વચ્ચે કામ કરતા સફાઈ કર્મચારીઓ પર વરસ્યો ફુલોનો વરસાદ...

હરિયાણાના ગુરૂગ્રામ જિલ્લામાં સફાઈ કર્મચારીનું ફુલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસ અને લોકડાઉન દરમિયાન સમાજને સ્વચ્છ રાખવામાં તેમને આપેલા યોગદાન બદલ પુષ્પો વરસાવી આવકાર્યા હતા.

People shower flowers on sanitation workers in Gurugram amid coronavirus outbreak
કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે કામકરતા સફાઈ કર્મચારીઓને પહેરાવ્યા ફૂલહાર

હરિયાણા: ગુરૂગ્રામ જિલ્લાના એક વિસ્તારના રહેવાસીઓએ કોરોના વાઇરસ અને લોકડાઉન વચ્ચે કામ કરતા સફાઇ કર્મચારીઓનું સમાજને સ્વચ્છ રાખવા બદલ ફુલહાર પહેરાવી તેમના કામને બિરદાવ્યું હતું.

સફાઇ કર્મચારીઓનું ફૂલો વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો તેમના પ્રયત્નો બદલ તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન સફાઇ કામદારો સંપૂર્ણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા, કારણ કે જ્યારે તેઓ રસ્તાઓ પરથી પસાર થતા હતા, ત્યારે લોકો તેમના પર ફૂલો વરસાવી રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ચલણી નોટોનો હાર પહેરાવીને પણ આભાર વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે કામકરતા સફાઈ કર્મચારીઓને પહેરાવ્યા ફૂલહાર

સ્થાનિકો લોકોએ જણાવ્યું કે, આપણે આપણા પોતાના જીવનની સલામતી માટે ઘરોમાં પોતાને બંધ રાખ્યા છે, પરંતુ આ લોકો આખા શહેરની સેવામાં રોકાયેલા છે. જેથી તેમના શહેરના લોકોના જીવને કોઈ નુકસાન ન પહોંચે તે સુનિશ્ચિત થાય.

ABOUT THE AUTHOR

...view details