રાજસ્થાનઃ સચિન પાયલટ અને મુખ્યપ્રધાન અશોક ગહેલોત વચ્ચેની રાજકીય જંગથી રાજકારણ ગરમાયું છે, ત્યારે સાંસદ દીયા કુમારીએ મુખ્યપ્રધાન ગહેલોત અને સચિન પાયલટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન અને પાયલટના રાજકીય યુદ્ધની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. મુખ્યપ્રધાનની વાત કરવાની રીતના કારણે ભાષાની ગરિમા અને રાજકીય ક્ષેત્રનું શિષ્ટાચાર આહત થઈ રહ્યું છે.
મુખ્યપ્રધાન પોતાનો ગુસ્સો પાયલટની સાથે-સાથે પ્રજા પર પણ ઉતારી રહ્યાં છે. આગળ વાત કરતાં દીયાએ વીજળી બિલમાં વધારો કરવા બાબતે સરકાર નિશાન સાંધતા કહ્યું હતું કે, જનતા કોઈ પણ પ્રકારની રાહતની આશા ન રાખે. કારણ કે, ગહેલોત સરકાર પોતે જ લાચાર છે.
સચિન પાયલટ અને CM ગહેલોત વચ્ચેના રાજકીય યુદ્ધને વખોડતા સાંસદ દીયા કુમારીએ કર્યા ગંભીર આક્ષેપ - Sachin Pilot
રાજસ્થાનમાં સચિન પાયલટ અને મુખ્યપ્રધાન વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધને વખોડતા સાંસદ દીયા કુમારીએ બંને નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ મુખ્યપ્રધાનની વીજળી બિલ વધારા અંગે વાત કરતાં ગહેલોત સરકારને આડે હાથ લીધી હતી.
સરકારને ચેતવણી આપતાં દીયાએ કહ્યું હતું કે, ઉપભોક્તાએ વીજળીના બિલમાં કરંટ આપનાર સરકાર સમજી લે કે, ટૂંક સમયમાં આ ઝટકો એમને જવાબ સાથે પાછો મળશે. ઊંટના મોંમાં જીરા જેટલી મદદ કરતાં રાજ્યસરકારે માત્ર એક રૂપિયાની જ સહાયતા જનતા સુધી પહોંચાડી હતી. જે વીજળીના બિલથી રૂપિયા 10 લેખે વસૂલી રહી છે. આ વાત અનૈતિક અને નિરાશાજનક છે. વીજળી માફીની વાત તો દૂર રહી, પણ સરકારે તો સ્થાયી શુલ્ક પણ માફ નથી કર્યુ. લોકડાઉનમાં વીજળી બિલ નક્કી કરેલા સમયમાં જમા કરાવનાર ઉપભોક્તાઓ 5 ટકા છૂટ આપવાની જાહેરાત કરી હતી. જે માત્ર કાગળ સુધી જ સીમિત રહી છે.