નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અપીલ કરી છે કે, ' કોરોના સંકટ ભારત માટે એવો મોકો છે. જેમાં લોકો પોતાના ધર્મ, જાતિ, વર્ગના તમામ મતભેદોને ભૂલી જઈ એકજુટ થઈ આ ખતરનાક વાઈરસને હરાવે.'
કોમવાદને ભુલાવી કોરોના સામે લડવા એકજુટ થવું પડશેઃ રાહુલ ગાંધી - મતભેદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ધર્મ, જાતિ, વર્ગ આધારિત મતભેદો અને કડવાશ ભુલીને એકજુટ થઈ કોરોનાના સંકટ સામે લડવા અપીલ કરી છે.

કોમવાદને ભુલાવી કોરોના સામે લડવા એકજુટ થવું પડશેઃ રાહુલ ગાંધી
રાહુલે ટ્વીટમાં ઉમેર્યુ હતું કે, 'કરુણા, સંવેદના અને ત્યાગ આ વિચારધાના પાયામાં છે. આપણે સાથે મળીને આ લડાઈને જીતીશું.'
બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, આગામી બે અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધારેમાં વધારે ટેસ્ટિંગ થાય તે માટે સૌએ અવાજ ઉઠાવવો જોઈએ.‘